ચા નો રસપ્રદ અને મહત્ત્વપૂર્ણ ઈતિહાસ... આ ચા જડીબુટ્ટી સમાન કામ કરે છે જાણો તેના ફાયદા અને બનાવવાની રીત

કુદરતે દરેક વસ્તુમાં ગુણ અને અવગુણ મૂક્યા છે તેવી જ રીતે ચામાં પણ ઔષધિય ગુણો સમાયેલા છે. વૈજ્ઞાનિક વિશ્લેષણ બાદ સાબિત થયું છે કે સાકર વગરની ચા દિવસમાં ફક્ત બે વખત પીવાથી લોહીના દબાણમાં સુધારો થાય છે. અતિ ભારે ભોજન લેવાને કારણે પેટમાં ગેસ કે વાયુનો ભરાવો થઈ જાય ત્યારે તે પીડા અસહનીય બની જાય છે. આવે સમયે એક કપ ચામાં એક ગ્લાસ ઠંડું પાણી ભેળવી પીવાથી તરત જ ફાયદો જોવા મળશે.

ચા નો રસપ્રદ અને મહત્ત્વપૂર્ણ ઈતિહાસ...   આ ચા જડીબુટ્ટી સમાન કામ કરે છે જાણો તેના ફાયદા  અને બનાવવાની રીત

શરદી, ઉધરસ, ગળામાં ખારાશ વગેરે દર્દો હેરાન કરતા હોય ત્યારે એક કપ ચામાં ચપટી મીઠું નાંખી પીવાથી આરામ મળશે. ચામાં મીઠાંની સાથે આદું ભેળવી પીવાથી વધુ અસરકારક સાબિત થાય છે. ગરમીના દિવસોમાં ભોજન કર્યા બાદ પાણીની તરસ બહુ લાગ્યા કરે છે. અને ગમે એટલું પાણી પીવામાં આવે તો પણ શોષ પડ્યા કરે છે. આને કારણે વ્યક્તિ પાણી પીધા કરે છે અને પેટમાં પાણીનો ભરાવો થયા કરે છે. પરંતુ ગળું-સૂકું જ રહે છે. આવે સમયે ચાની ભુક્કીને પાણીમાં ઉકાળી ઠંડી કરી એક-એક ટીપું પીવાથી ૫-૭ મિનિટમાં રાહત થશે. વાયુ અથવા ઈજા થવાને કારણે શરીરમાં પીડા થાય તો તેના પર ચાને ઉકાળી તેને ગાળી તેની ગરમ ભુક્કીને પીડાગ્રસ્ત જગ્યાએ બાંધવાથી તાત્કાલિક ફાયદો થશે.

પીડાનાશક દવાને ચા સાથે લેવાથી તે દવા જલ્દી પ્રભાવકારી સાબિત થાય છે.

એક કપ પાણીમાં સ્વાદાનુસાર સાકર નાંખી તેને ઉકાળવું. ઉકળતું હોય ત્યારે તેમાં એક નાની ચમચી હળદર તથા ચા નાંખવી અને ગાળી તેનું સેવન કરવાથી ગાંઠિયો વા, શરીરનો દુઃખાવો તથા થાક દૂર થાય છે. તેમાં એક બે તેજ પત્તા મરીનો થોડો ભૂક્કો નાંખવામાં આવે તો તાવ, શરદી, ઉધરસ, ગળાનો દુઃખાવો દૂર કરે છે. 

તુલસીની ચા : તુલસીના પાનમાં એન્ટીકાર્સેજિન નામનું તત્ત્વ હોય છે જે કેન્સરના ઉપચારમાં ફાયદાકારક છે. ચાની ભૂક્કીને તુલસીના પાંદડા સાથે ઉકાળી પીવાથી તાવ, શરદી, દૂર થાય છે તથા શરીર સ્ફૂર્તિલું બને છે. આમાં આદુંને છૂંદીને ભેળવવામાં આવે તો વધુ ગુણકારી થાય છે.

જેઠીમધની ચા : એક કપ પાણીમાં ચા, સાકર તથા થોડી જેઠીમધ નાંખી ઉકાળી પીવાથી સૂકી ઉધરસ દૂર થાય છે. ચામાં જેઠીમધ, વરિયાળી તથા કાળીદ્રાક્ષ મેળવી ખાવાથી મોટી ઉધરસ દૂર થાય છે. 

સંતરાની ચા : સંતરાના છોતરાને તડકામાં સુકવી તેનો ભુક્કો કરી ચૂરણ તૈયાર કરવું. એક કપ ચામાં અડધી ચમચી નાંખી પીવાથી ચા સુગંધીદાર થાય છે ઉપરાંત સ્વાદિષ્ટ લાગે છે. લાંબી માંદગીમાં મોઢાનો સ્વાદ જતો રહે ત્યારે દર્દીને આ ચા આપવાથી સ્વાદિષ્ટ લાગે છે. 

ફુદીનાની ચા : ચા બનાવી તેમાં ફુદીનાના પાન નાંખી ગાળીને પીવાથી પિત્તથી થતો માથાનો દુ:ખાવો, અપચાની તકલીફ દૂર કરે છે. આ ચા સ્ત્રીઓ માટે વધુ ફાયદાકારક છે. માસિક ધર્મની અનિયમિતતા, તે સમયે થતાં દુખાવામાંથી છુટકારો અપાવે છે. આ ચાના સેવનથી કૃમિને કારણે થતો પેટનો દુઃખાવો, ઉલટી તથા પિત્તપ્રકોપ દૂર થાય છે.

લીંબુનો રસ તથા મીઠાની ચા : વગર દૂધની એટલે કે કાળી ચામાં લીંબુ નીચોવી પીવાથી પિત્તની તકલીફ, શરદી દૂર કરે છે. આ ચામાં મીઠું નાંખી પીવાથી ડાયાબિટીસમાં પણ ફાયદો થાય છે.

લેમન ગ્રાસની ચા : કાળી ચામાં લેમન ગ્રાસના લીલા પાન ભેળવી ઉકાળી પીવાથી ત્વચા રોગ, આંખના વિકારો દૂર કરે છે. લેમન ગ્રાસમાં વિટામિન બી સમાયેલું હોવાથી વિટામિન બીની ઊણપ દૂર કરે છે. 

લવિંગની ચા : ચામાં લવિંગ વાટી નાંખી ઉકાળવું, તેના સેવનથી માનસિક તાણ દૂર થાય છે અને શરીર હળવું ફૂલ બને છે.

ગુલાબની પાંદડીની સુગંધીદાર ચા : ચામાં ગુલાબની પાંખડી, નાની એલચી, તેજપત્તા, લવિંગ તથા સંતરાની છાલનું ચૂરણ ભેળવી પીવાથી શરીર સ્ફૂર્તિલું રહે છે.

દાલચીની ચા : ચામાં દાલચીની સાથે પીપળ, બે કે ત્રણ મરીના દાણા, બે ચાર મરુઆ નાંખી ઉકાળી પીવાથી શરદી, ઉધરસ તથા શારીરિક દુઃખાવો દૂર થાય છે. 

અજમાની ચા : એક વાસણમાં બે કપ પાણી તથા એક ચમચી અજમો લઈ એક કપ પાણી રહે ત્યાં સુધી ઉકાળવું. ત્યાર બાદ તેમાં સાકર તથા ચાની ભુક્કી નાંખી ચા બનાવવી. આ ચાના સેવનથી દમ, ઉધરસ, શરદી તથા તેને કારણે થતા દસ્ત દૂર થાય છે. ઉપર જણાવેલી ચાનો અધિક ઉપયોગ નુકશાનકારક છે. ઠંડી-ગરમીની સીઝનને ધ્યાનમાં રાખીને યોગ્ય પ્રમાણમાં ચાનું સેવન કરવાથી લાભદાયક છે.

Post a Comment

Previous Post Next Post

Reviews