100 થી વધુ બીમારીઓનો રામબાણ ઈલાજ છે આ વસ્તુ

 

અરડૂસીના ફાયદા.

100 થી વધુ બીમારીઓનો રામબાણ ઈલાજ છે આ વસ્તુ

અરડૂસી ને આયુર્વેદમાં શ્રેષ્ટ કપ નાશક કહીએ છીએ. કારણ કે અરડૂસીમાં રહેલો કડવો અને તૂરો રસ શારીરિક રીતે કપ નો નાશ કરે છે. અરડૂસી એક ઔષધી વનસ્પતિ છે. એના પાનોમાં વેસીન નામ ના ઉપક્ષાર હોય છે. જેનો ઉપયોગ વિભિન્ન પ્રકારની દવામાં ઉપયોગ કરવામાં આવે છે. ઔષધિઓ અરડૂસીના પાંદડાઓ તેમજ મુળીયાઓ માંથી તૈયાર કરવામાં આવે છે. તેનો છોડ 4 થી 10 ફૂટ ઉંચો થાય છે. તેના પાન જામફળીના પાનને મળતા 3 થી 4 ઇંચ લાંબા અને 1.5 થી 2 ઇંચ પહોળા તથા અણીદાર હોય છે. તેની પર તુલસીની માંજરની જેમ હાર્બન સફેદ રંગના ફૂલ થાય છે. તેની ધોળી અને કાળી 2 જાતો માં કાળી વધુ ઉપકારી ગરમ અને કફ નાશક છે.

ઘણા સ્થળે બાગ-બગીસા તથા ખેતરવાડી માં વવાય છે. સુખી અને કફ વાળી બંને ઉધરસમાં અરડૂસી ખુબજ જીતાવા છે. કફ છૂટતો ન હોય ફેફસા માં હવાજ કરતો હોય કાચો કફ હોય ઉધરસ દ્વારા તેને કાઢવામાં તકલીફ થતી હોય તેમાં અરડૂસી સારું કામ કરે છે. અરડૂસી ઉત્તમ ઉત્તેજક કફ નીસારક અને સંકોશ વિકાસથી બંધક છે. તેના ફૂલો થી  કડવા-કડવા, તુરા અને લોહીની ઉષણતા ઓછી કરનાર છે. અરડૂસી બારેમાસ લીલીસમ રહે છે અને વરસાદીમાં પુન્ન યુવન પ્રાપ્ત કરી પાંગરી ઉઠે છે. તેના આશોપાલવ જેવા લાંબા પણ અને આસા જાંબુડી જેવા શ્વેત પુષ્પો મન માં વસી જય એવા થી તથા તુલસી જેમજ તેમાંથી ઔષધી ગણવાથી 2-4 છોડ ઘર આંગણે વાવી ઉછેરવા જેવા છે. 

અરડૂસીના ગુણ દોષ.


અરડૂસી ઠંડી, હળવી અને લુખ્ખી છે. સ્વાદમાં મુખત્વે કડવી છે. કફ અને પિત ના રોગોને મટાડે છે. લોકોમાં અરડૂસી ગરમ હોવાની માન્યતા છે. તે સત્યતર ખોટી છે. અરડૂસી કફના રોગોમાં સ્નેગ્ધ ગુણ ને નાશ કરનારા એના વૃક્ષ ગુણને કારણે યોજવામાં આવે છે. વિપાકમાં તીખી છે. વાયુ કરનારી છે. અરડૂસી પણ ઋષિકર અને આમ નાશક પણ છે. 

  • તો મિત્રો ચાલો જાણીએ હવે અરડૂસીના ક્યાં ક્યાં ફાયદાઓ છે.

અરડૂસીના ફાયદાઓ. 

1)  ક્ષયમાં ઉપયોગી.

મિત્રો અરડૂસીના પાન ક્ષયના દર્દી માટે ખુબ સારી દવા છે. જો તમારે ક્ષયની દવા સાલે છે તો પણ તમે તેની સાથે અરડૂસીનો ઉપયોગ કરી શકો છો.જેની સુકી કે કફ વાળી બંને ઉધરસ હોય તેને અરડૂસી ખુબ ફાયદા કારક છે. અરડુંસીનું લાંબા સમય સુધી સેવન ક્ષય ના દર્દી માટે આશીર્વાદ સમાન છે. 

2) કફ અને ખાસીમાં ફાયદા કારક.

અરડુંસીને આયુર્વેદમાં શ્રેષ્ઠ કફ નાશક કહીએ છીએ. કડવા રસ વાળા ઔષધો માં લેખન અને વિષધ એ 2 ગુણ ધર્મ રહેલા છે. લેખન અને વિષધ આ 2 આયુર્વેદિક પરીભાષાના શબ્દો છે. આમાં લેખનનો અર્થ થાય ખોતારવું શરિરમાં ચોટી જામી ગયેલા કાચા કફ ને ખોતરીને બહાર કાઢવાનું કામ અરડૂસીનો કડવો રસ કરે છે. તૂરો રસ તેની શુદ્ધતા ને લીધે કફ ને ખોતરીને બહાર કાઢવામાં એકબીજાને સહાયક બને છે. આ કારણ ને લીધે જ કડવી અને તુરી અરડુંસીની કફના રોગોમાં ખુબ પ્રતિષ્ઠા છે. જે લોકોને કફ થતો ન હોય ફેફસા માં કફ નો હવાજ આવતો હોય કે પછી કાચો ફીણ વાળો કફ હોય જે કફ ઉધરસ દ્વારા બહાર કાઢવો મુશ્કેલ હોય તેઓએ અરડૂસીના પાનનું સેવન કરવું જોઈએ. તેના થડીયા, દમ, ખાસી માં ખુબ જ અસરકારક છે. ખાસી દુર કરવા કે પછી કફ છુટો કરવા અરડૂસીના તાજા પાનને વાટીને તેમાંથી રસ કાઢી તેને રોજ મધ સાથે લેવાથી જલ્દી સારું થય જય છે. 

3) પરસેવાની દુર્ગંધ માંથી મુક્તિ.

મિત્રો સવારે કે સાંજે અરડૂસીના પાનનું સૂરણ બનાવી 2 થી ૩ ચમસી પાણીમાં નાખી દરરોજ નાવાથી જે લોકોનો પરસેવો ખુબ ગંધાતો હોય તેને સારી રાહત મળે છે.

4) રક્તપિત તથા કમળામાં ઉપયોગી.

અરડૂસી લીવરના સોજા અને કમળામાં પણ ઉત્તમ પરિણામ આપે છે. અરડૂસીના પાનના ફૂલને ધોયને કાઢેલા ૩ થી 4 ચમસી જેટલા રસ માં 2 ચમસી મધ અને 1 ચમસી છાકર નાખી સવાર સાંજ પીવાથી રક્તપિત તથા કમળાનો નાશ થાય છે. 

5) હરસ અને રક્ત પ્રવાહી કામમાં રાહત.

અરડૂસીના પાનનો રસ 2-2 ચમસી સવાર, બપોર અને સાંજે લેવાથી રક્તસહ બંધ થાય છે. લોહીમાં હરસ અને રક્ત પ્રવાહી કામમાં લાભ થાય છે. અરડૂસીના પાકી ગયેલા ફૂલને છાયડે ચૂકવી તેનું અડધી ચમસી ચૂર્ણ એટલા જ મધ અને ચાકર સાથે મિશ્રણ કરી ચાટવાથી અને રક્તપિત રક્તસ્ત્રાવ મટે છે. રક્તસ્ત્રાવ બંધ કરવાનો અરડુંસીમાં એક વિશિષ્ટ ગુણ છે. તુરા રસ વાળા ઔષધો રક્તસ્ત્રાવ બંધ કરે છે.

6) દમ સ્વાસ માટે.

2 ચમસી અરડૂસીનો રસ, 2 ચમસી મધ અને 1 ચમસી માખણ મિશ્ર કરી તેમાં અડધી ચમસી ત્રફાળા મિશ્ર કરી સવાર સાંજ ચાટવાથી દમ સ્વાસ મટી જાય છે. 

7) ચામડીના રોગોમાં ફાયદો.

મિત્રો અરડૂસીના પાંદડા અને હળદરને ખુબ લસોટી ને તૈયાર કરેલી પેસ્ટ સવાર સાંજ લગાડવાથી ખરજવું ચામડીના જુના રોગો મટી જાય છે. 

8) નસખોરીમાં રાહત.

બાળકની નસખોરી ના રોગ મટાડવાની અરડુંસીમાં પ્રબળ ક્ષમા રહેલી છે. અરડૂસીનો તાજો રસ 2 થી 4 ચમસી જેટલો સવારે અને રાત્રે પીવાથી નસખોરી ફૂટતી નથી. 

9) કૃમીમાં રાહત.

મિત્રો અરડૂસીના પાનનો સ્વરસ કે ઉકાળો ગૌમૂત્ર માં મેળવીને આપો અને તેનીજ માલીશ કરવી ગૌમુત્રની બદલે ખાવામાં મધ પણ મેળવી શકાય છે. આમ કરવાથી કૃમીમાં ફાયદો થાય છે. 

10) ઉલટીમાં ઉપયોગી.

અરડૂસીના પાનનો રસ મધ સાથે અથવા લીંબુના રસ સાથે આપવો તેનાથી ઉલટી બંધ થય જશે. 

11) શીતળામાં લાભદાયક.

કફ શીતળામાં અરડૂસીનો પાનનો રસ એક એક ચમસી મધ મેળવીને આપવું શીતળાને અટકવા માટે તેના પાન કે છાલનો ઉકાળો 2 ગ્રામ મેળવીને આપવો તેનાથી શીતળામાં લાભ થાય છે. 

12) આંખો આવે ત્યારે લાભદાઈ.

મિત્રો જયારે આંખો આવે ત્યારે અરડૂસીના ફૂલના પાટા આંખો પર બાંધવા તેનાથી લાભ થાય છે. 

13) શરદીમાં રાહત.

શરદી માટે અરડૂસી એક સર્વશ્રેષ્ઠ ઉપાય છે. 2 ચમસી અરડૂસીના રસમાં 1 ચમસી તુલસીનો રસ એક ચમસી મધ મેળવીને સવાર સાંજે પીવું તેનાથી શરદીમાં તુરંત રાહત થાય છે. 

14) મુખ પાક માં લાભદાય. 

મિત્રો મુહ આવી ગયું હોય તો અરડૂસીના પાન ચાવવા અથવા તેના રસના કોગળા કરવા અથવા તેના શુર્ણની મધમાં વળેલી ગોળીઓ ચુસવી અથવા અરડૂસીના રસનો માવો બનાવી તેમાં થી ચોથા ભાગે સોનાગેરુ નાખી મધમાં ગોળી નાખીને તે ચુસીયા કરવું.

15) પયેરીયામાં રાહત.

અરડૂસીના રસમાં મધ મેળવી કોગળા કરવા અથવા તેના ઉકાળાના કોગળા કરવા તેનાથી પયેરીયામાં રાહત થાય છે.

Post a Comment

Previous Post Next Post

Reviews